Sunday, 18 March 2018

Begining to do better....


શાળાની સફળતાનાં સુત્રધાર સમાન સૌ સારસ્વત મિત્રો,શાળાની તમામ પ્રવ્રુતિઓના કેન્દ્રબિદુ સમાન શાળાની વ્યવસ્થાપન સમિતીનાં સભ્યો,અમારા દરેક કાર્યમાં સહભાગી બનેલ એવા દાતાશ્રીઓ અને અગ્રણીઓ અને જેના થકી આપણા સૌનુ અસ્તિત્વ છે એવા મારા વ્હાલસોયા બાળકો....
            આજે ટેકનોલોજીનો જમાનો છે અને શાળાઓ ટેકનોસેવી બની રહી છે ત્યારે એક વાત કહેતા અત્યંત હર્ષ અને આનંદની લાગણી ઉભરાઇ આવે છેકે આપણે છેલ્લા બે વર્ષમાં એ દિશામાં હરણફાળ ભરી છે જે આપણા સૌ માટે ખુબ મોટી સફળતા છે.
              ગુજરાતીમાં એક કહેવત છે કે “સફળતા ક્યારેય..સરળતાથી નથી મળતી”એમ આપણી આ સફળતાનાં મારગમાં ઘણી મુશ્કેલીઓ પણ આવી....પણ જેમ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એમ આપ સૌનાં સાથ અને સહકારથી આપણે ધારેલા લક્ષ્યાકો પાર પાડી શક્યા જેની સાક્ષી આપણા ડીજીટલ વર્ગ ખંડો પુરી રહ્યા છે.
                 ટેકનોલોજીનાં આ યુગમાં જ્યારે માનવી માનવી મટીને વિશ્વ માનવી બની રહ્યો હોય અને દેશ અને દુનિયાની તમામ માહિતી આંગળીઓનાં ટેરવા પર રમતી હોય ત્યારે આપણી શાળામાં થતા અનેકવિધ કાર્યક્રમોની સુવાસ સમગ્રમાં ફેલાય અને અન્યો માટે તે પ્રેરણાદાઇ બને તેવા શુભ આશયથી અત્રે આ બ્લોગ ખુલ્લો મુકી રહ્યો છુ.
                  આશા રાખુ છુકે આપ સર્વે માટે આ બ્લોગ પર મુકવામાં આવતી માહિતી ઉપયોગી અને પ્રેરણાનાં સ્ત્રોત એવા ઝરણાં સમાન બની રહેશે...
                    આપનાં રચનાત્મક સુચનો સદા આવકાર્ય છે....
  બસ....માં શારદાનાં આશિષ સદા આપણા સૌ પર અમીવર્ષા કરે તેવી અભ્યર્થના સહ......